જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૧૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા "આપણો સમાજ બાળલગ્ન મુક્ત સમાજ" બેનર હેઠળ ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યશાળા શિબિર યોજાઈ હતી.


કાર્યશાળા શિબિરમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુર મોરીએ ઉપસ્થિત લોકોને , બાળ લગ્ન અટકાવવા,નિરાધાર વૃદ્ધ લોકોને સરકારશ્રીની આર્થિક સહાય યોજના,દિવ્યાંગ વ્યક્તિને સરકારશ્રીની વિવિધ સહાય કીટ અને રોજગાર યોજના અંગેની તેમજ સહાય અંગેની માહિતી આપી હતી. તેમજ બાળ લગ્ન અટકાવવા માટેના નવા કાયદા અંગેની જાણકારી ઉપસ્થિત તાલુકાના સર્વે આગેવાનોને આપી અને તે દિશામાં ઘટતું કામ કરવાની વાત જણાવી હતી. કાર્યશાળાના અંતે હાજર તમામ લોકોને કીટ અને તાલીમ અંગેના પ્રમાણપત્ર અપાયા હતા.


આ કાર્યશાળામાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુર મોરી, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ કરશનભાઈ ભેડા તેમજ અલગ - અલગ સમાજના ભાણવડ તાલુકાના આગેવાનો જોડાયા હતા.