જામનગર મોર્નિંગ - જામનગર : હાલ દુનિયા ભરમાં નોવેલ કોરોના વાઇરસની મુસીબત છે. દરેક દેશ પોતાની કુનેહ પૂર્વક કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ભારત દેશ સમગ્ર દુનિયાથી અલગ પડીને કોરોના વાઇરસનો ચેપ ફેલાય તે અગાઉ જ 21 દિવસ માટે દેશને લોકડાઉન કરવામાં આવ્યો. 

લોકડાઉન દરમ્યાન ગરીબ, શ્રમિક પરિવારોને સરકાર દ્વારા અનાજની કીટો વિતરણ કરવામાં આવી રહી છે.  આવા સમયે દેશને નાગરિકોના દાનની જરૂરિયાત છે. 

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રીવાબા જાડેજાએ પોતાની બચત કરાયેલ રકમ માંથી રૂપિયા 21 લાખનું પ્રધાન મંત્રી કેર ફંડમાં દાન કરવામાં આવ્યું છે.  આ સમયે વધુમાં રીવાબાએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સરકારશ્રી દ્વારા કોરોના વાઇરસને પગલે જે નિયમો અને અપીલ કરાઈ રહી છે તેનું દેશના લોકોએ સવિનય પૂર્વક પાલન કરવું જોઈએ અને સૌએ સાથે મળીને દેશને મદદ કરવી જોઈએ.