છ શખ્સ ઝડપાયા : બે ફરાર : રૂ. 31,600 નો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલ તાલુકાના લતીપર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સને મુદામાલ સાથે ઝડપી લઈ અને ચાર નાસી જતા તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ ધ્રોલના લતીપર ગામે સંધીવાસ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા જનક જીલુભાઈ ડાંગર, હિરેન મોમૈયાભાઈ બોરીચા, કિરણ બાબુભાઈ ડાંગર, ઈમિતિયાઝ મહોમદ સંધી, સમીર મહમદ અજમેરી અને રસુલ સલીમ હોથી નામના છ શખ્સની ધરપકડ કરી ચાર નંગ મોબાઈલ સહિત રૂ. 31600નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે સોહીલ ઇનુભાઈ ઠેબા, ચમન ઈટુભાઈ વાઘેલા, સિંકદર દાઉદ અને રાજેશ દેવદાન નામના ચાર શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી છે.