જામનગરથી કુતીયાણા દર્શનાર્થે જતી વેળાએ બન્યો બનાવ: અન્ય બે મિત્રોને નાની-મોટી ઇજા 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
જામનગરથી કુતીયાણા ગામે મંદિરે દર્શને જતા કાર ભાણવડ નજીક અકસ્માત ગ્રસ્ત સહિત થઇ જતા તેમાં જઈ રહેલા એક આશાસ્પદ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજતા પરિવાર હતપ્રભ બની ગયું છે, બીજી તરફ સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના સિંધી વેપારી યુવાન જયેશભાઈ પ્રકાશભાઈ (ઉ.વ.25) શુક્રવારે તેમના મિત્રો દિલીપભાઈ અને ચનાભાઈ વગેરે સાથે કુતીયાણા ગામે આવેલા મંદિરે દર્શન કરવા જતા હોય દરમ્યાન તેઓ ભાણવડથી આશરે 7 કીમી દૂર ત્રણ પાટીયા પાસે પહોંચતા જયેશભાઈની જીજે 18 એબી 7955 નંબરની કાર ગોલાઈ આગળ પલ્ટી ખાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના ડોકટરે તેઓને મૃ જાહેર કર્યા હતા આ અકસ્માતમાં દિલીપભાઈ કનુભાઈ વર્મા ચનાભાઈ લીલાભાઈ અદાણીએને પણ નાની-મોટી ઇજા પહોંચી હતી, આ બનાવ અંગે સંજયભાઈ પરષોત્તમભાઇની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મૃતક જયેશભાઈ અદાણી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.