જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલ મારવાડી વાસ ખાતે રહેતા દિનેશ કરશનભાઈ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન વસંત વાટીકા ગેઇટ સામેથી પસાર થતો હોય દરમ્યાન ત્યાંથી પુરઝડપે નીકળેલા એક મોટરસાઈકલના ચાલકે તેને ઠોકર મારી પછાળી દઈ માથાના ભાગે ઉપરાંત શરીરના અન્ય ભાગે નાની મોટી ઇજા પહોંચાડી નાસી જતા દિનેશ સોલંકી દ્વારા મોટરસાઇકલ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.