પિતા-પુત્ર સામે નોધાવાતી પોલીસ ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને આધેડ પર પિતા-પુત્રએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા છે, આ બનાવ અંગે સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
જામનગરમાં શાંતીનગરના છેડે રહેતા અને મિલનસિંહ મજબૂતસિંહ જાડેજા (ઉ.વ.50) પોતાની રીક્ષા પટેલ કોલોની શેરી નંબર 9માં આવેલ યાદવ પાન પાસે કાયમી પાર્ક કરતા હોય ત્રણેક દિવસ પહેલા આ રિક્ષામાં મેંદીયા સોઢાના દીકરા જયદીપએ નુકશાન કરી હુડ તોડી નાખેલ જે બાબતે બોલાચાલી થયેલ જે વાતનો ખાર રાખી રવિવારે આ જ વિસ્તારમાં માથાકૂટ થવા પામી હતી અને ગાળો બોલી લાકડાના ધોકા વડે મહેન્દ્રસિંહ લગધીરસિંહ સોઢા તથા તેના પુત્ર જયદીપ બંનેએ ભેગા મળી મિલનસિંહ જાડેજાને મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓએ પિતા-પુત્ર સામે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.