ગાય આડે ઉતરતા કારની પલ્ટી : એકનું મોત: ચાલકને પણ ઈજા  
જામનગર મોર્નિંગ - દ્વારકા
ખંભાળિયા તાલુકાના કંડોરણા પાટીયા પાસે કાર ગોથું ખાઈ જતા તેમાં સવાર એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જયારે કાર ચાલકને નાની-મોટી ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ કલ્યાણપુરમાં રહેતા વિરાભાઈ ભીમશીભાઈ કાંબરીયા પોતાની જીજે 10 સીએન 9003 નંબરની કાર ચલાવી સવદાસભાઈ કરણભાઈ ચાવડા નામના વ્યક્તીને બેસાડી કંડોરણા ગામના પાટીયા પાસેથી જતા હોય જ્યાં રસ્તામાં ગાય આડે ઉતરતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ ઉપરથી નીચે ઉતરી પલ્ટી ખાઈ ગઈ હતી, જેમાં સવદાસભાઈ ને માથા સહિતના શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જયારે કાર ચાલક વિરાભાઈને પણ નાની-મોટી ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી સ્થાનિક પોલીસે તેની સામે ગુનો નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.