છુટા મેળવવાના બહાને આવેલા બે શખ્સો રૂપિયા ૧૦ હજારની રકમ લઇ ભાગી છૂટયા: પોલીસ દ્વારા શોધખોળ
 જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ ના કર્મચારી પાસે બે અજ્ઞાત શખ્સો રૂપિયા ૧૦ હજારના છૂટા કરવાના બહાને આવ્યા હતા અને છૂટા ૧૦.૦૦૦ મેળવી પોતાની પાસે રહેલા બાધા રૂપિયા નહીં આપી ધકકો મારી ભાગી છૂટ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે.
 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગંગાજળા ગામમાં રહેતો અને જામનગર-રાજકોટ હાઈવે રોડ પર એક પેટ્રોલ પમ્પ મા નોકરી કરતો અલ્પેશ ગોપાલભાઈ સોલંકી નામના કર્મચારી ગત ૧૩મી તારીખે સાંજે છ વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન એક બાઈકમાં એક શખ્સ આવ્યો હતો અને પોતાની પાસે બે  હજાર નાં દરની ૧૦,૦૦૦ રૂપિયાની નોટો છે. જે છૂટા કરવા છે તેવી માગણી કરતા અલ્પેશે પોતાની પાસે રહેલા ૧૦,૦૦૦ રૂપિયા છૂટા કરીને આપ્યા હતા. જ્યારે બાધી રકમ મેળવવા માટે કહેતા મારી કાર આગળ ઊભેલી છે તમે બાઈકમાં બેસી જાવ એટલે તમને આપી દઉં તેમ કહી પોતાની સાથે લઈ ગયો હતો.
 થોડે દુર પહોંચ્યા પછી કલ્પેશને બાઇકમાંથી ધક્કો મારીને ઉતારી દીધો હતો અને તેની સાથે આવેલો બીજો શખ્સ કે જે બંને ત્યાંથી ૮૩૧૧ નંબરના બાઈકમાં ભાગી છૂટયા હતા. આથી અલ્પેશ ભાઈ સોલંકીએ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે છેતરપિંડી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ૮૩૧૨ નંબરના બાઇકના ચાલક અને તેના સાગરીત વગેરે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. અને સીસીટીવી કેમેરાની મદદથી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.