જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-કાલાવડ રોડ પર ઠેબા આઈઓસી પાસે કાર હડફેટે યુવાનને શરીરે નાની-મોટી ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયેલ છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ટીટોડી વાળી ખાતે રહેતા સરફરાઝ ભાઈ અબ્દુલકાદીર (ઉ.વ.40) ઠેબા ગામે રોડ પર આવેલ આઈઓસીના સામેના મેદાન પરથી પસાર થતા હોય આ વેળાએ ઇકો કાર જીજે 10 ડીએ 2003ના ચાલકે તેઓને પાછળથી ઠોકર મારી પછાળી દઈ હાથ અને પગના ભાગે તેમજ કમરના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તનવીર ઇકબાલ ખત્રી નામના શખ્સ સામે પાંચ એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.