જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા એક યુવાન પર ત્રણ શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડતાં સારવારમાં ખસેડી પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.  
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ વાજાવાસના છેડે જયશ્રી અનાજ કરીયાણાની દુકાન પાસે રહીમ ઈબ્રાહીમ ખીરા નામના ટ્રક ડ્રાઈવરે ગાળો બોલવાની ના પાડતા રહીમ ખફી, અબ્દુલ ખફી અને ઈબ્રાહીમ ખફી નામના ત્રણેય શખ્સે ઉશ્કેરાઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ અને છરી વડે હુમલો કરી મોઢાના, આંખના અને પગના ગોઠણના ભાગે તેમજ સાથળમાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે રહીમ ખીરાએ સીટી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.