જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર ના અમુક વિસ્તારોમાં શનિવારે એસ્ટેટ શાખા દ્વારા હોડીંગ ઉતારવા ની કામગીરી હાથ ધરેલ પણ હજુ પણ કેટલા હોડિગ બોર્ડ અને જાહેરાત ના બોર્ડ જાહેર માર્ગો ઉપર હજુ પણ યથાવત છે, જામનગર મહાનગરાલિકા દ્વારા કેટલા હોડીગ બોર્ડ અને જાહેરાત ના બોર્ડ લગાડવા પરવાનગી આપી છે અને ભેદભાવ ની નીતિ કેમ રાખવામાં આવી છે..?
જો હોર્ડિંગ બોર્ડ કે જાહેરાત ના બોર્ડ ઉતારવા નિર્ણય લેવાયેલ હોય તો ફક્ત જૂજ હોર્ડીંગ બોર્ડ અને જાહેરાત ના બોર્ડ નજરે આવેલ કેમ જામનગર શહેર આખામાં જાહેર માર્ગો ઉપર ઘણા હોડિગ બોર્ડ લાગેલા યથાવત છે તો તાત્કાલિક અસરે શહેર ના તમામ હોડિગ બોર્ડ અને જાહેરાત બોર્ડ દૂર કરવા લોક સરકાર જામનગર જીલ્લા ઇન્ચાર્જ જીગરભાઈ રાવલ શહેર ઇન્ચાર્જ ચિરાગભાઈ ઝિંઝુવાડીયા દ્વારા રજૂઆત કમિશનરને રજુઆત કરવામાં આવી છે.