સિક્કામાંથી પીધેલ રીક્ષાચાલકની ધરપકડ 
જામનગર મૉર્નિંગ - જામનગર 
જામનગરમાંથી અંગ્રેજી દારૂની બોટલ સાથે તથા સિક્કામાંથી પીધેલી હાલતમાં પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં પંચવટી ગૌશાળા પાસથી સીટી બી પોલીસે રાજેશ મહેન્દ્રભાઈ જોષી નામના શખ્સને અંગ્રેજ઼ીદારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. 
જયારે સિક્કા કરાભૂંગામાંથી જીજે 10 ટી ડબ્લ્યુ 6407 નંબરના રીક્ષા ચાલક અનવર તાલબ વાઘેરને સ્થાનિક પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.