પરિવારમાં કરૂણ આંક્રદ છવાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલથી-જોડીયા તરફ જતા રોડ પર ડમ્પર સાથે બાઈક ટકરાતા બબ્બે વ્યક્તિના મોત નિપજતા મૃતકના સ્વજનોમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે. બીજી તરફ આ બનાવ અંગે જોડીયા પોલીસે આગળની તપાસ આરંભી હતી. 
મળતી વિગત મુજબ ધ્રોલથી જોડીયા તરફ જતા રોડ પરથી પુરઝડપે પસાર થતા એમ.પી. 69 એમસી 0231 નંબરના બાઈક ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવી સામેથી આવતા જીજે 10 ટીએક્સ 0548 નંબરના ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા બાઈક સવાર દિલીપભાઈ ગનીયાભાઈ માવલા (ઉ.વ.32) અને સુરબાન સાયસીંગ પસાયા (ઉ.વ.30) નામના બંને આદિવાસી યુવાનના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા આ બનાવની જાણ થતા જોડીયા પીએસઆઈ એસ.વી. સામાણી તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડમ્પરના ચાલક મુકેશભાઈ દેવાભાઈ વરૂએ જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.