તમાકુ, સોપારી અને ગુટખા સહિતની સામાનની ઉઠાંતરી 
જામનગર મોર્નિંગ - જામનગર 
લોકડાઉનના કારણે બંધાણીઓ રહી શકતા નથી તેવામાં જામનગરમાં એક દુકાનેથી કોઈ તમાકુ, સોપારી સહિતના જથ્થાની ચોરી કરી લઈ ગાયનું બહાર આવેલ છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણચોક નજીક બજરંગ કૃપા સેલ્સ એજન્સી નામની હોલસેલની દુકાનમાં તસ્કરો બાકોરુ પાડી તમાકુ, સોપારી, ગુટખા સહિતના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા આ ચોરીના બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે, જો કે કેટલા રૂપિયાના મુદામાલની ચોરી થઇ છે તે હજુ સુધી બહાર આવેલ નથી.