જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં એસઓજીનો દરોડો: 50 હજારનો મુદામાલ કબ્જે: અન્ય બે શખ્સ સામે પણ કાર્યવાહી 
જામનગર મોર્નિંગ - જામનગર 
હાલ વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં તમાકુ, બીડીનું વેંચાણ કરતા શખ્સને એસઓજીએ રૂ. 50 હજાર ઉપરાંતના મુદામાલ સાથે  ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ કોરોનને કારણે તમાકુ-બીડી વિગેરેની કાળા બજારી થતી હોય અને પ્રતિબંધ હોઈ છતાં વેંચાણ થતું હોવાની બાતમીના આધારે એસઓજીએ જુના રેલવે સ્ટેશન જામનગર પાસે દીપ ફેબ્રીકેશનની બાજુમાં આવેલ સીંગદાણા તથા દાળીયા બનાવવાની ભઠ્ઠીમાં અને વેંચાણની આડમાં તમાકું-બીડીની કાળાબજારી થતી હોય આથી દરોડો પાડી 138 તમાકુના ડબલા 200 નંગ, 59 નંગ બીડીના પેકેટ સહિત કુલ મળી રૂ. 50220નો મુદામાલ કબ્જે લઈ નિલેષ દેવજી મંગેની અટકાયત કરી હતી તથા આ જથ્થો સંતોષ બિહારીલાલ પરિયાણી જામનગર અને મીઠાપુરના અમીત ભાયાણીએ મોકલેલ હોઈ તે બંને સામે પણ ગુનો નોંધેલ છે. 
આ કાર્યવાહી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફના મહેશભાઈ સવાણી, હિતેશભાઈ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, બશીરભાઈ મલેક, અનિરુધ્ધસિંહ ઝાલા, હિતેષભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, મયુદીન સૈયદ, રમેશભાઈ ચાવડા, અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠીયા, રાયદેભાઇ ગાગીયા, દોલતસિંહ જાડેજા, સોયબભાઈ મકવા, સંજયભાઈ પરમાર, રવિભાઈ બુજડ, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા, દયારામ ત્રિવેદી અને સહદેવસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.