• રૂ.900 કરોડના ખર્ચે 4.5. કિ.મી. લાંબો બ્રિજ નિર્માણ થશે. 30 માસમાં બ્રિજનું કામ પૂર્ણ થવાની આશા.
  • દરિયાઈ બ્રાજ ક્રેનથી બનાવાઈ રહ્યા છે 11 પિલર: આવતા વર્ષે પૂર્ણ થશે

જામનગર મોર્નિંગ - દ્વારકા : યાત્રાધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામ સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યોનું ચલાવી રહ્યા છે. ત્યારે ઓખા થી બેટ દ્વારકા જવા માટે આજ દિન સુધી એકમાત્ર ફેરી બોટ છે, પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા લીલીઝંડી આપી દેવાઈ હતી. ઓખા થી બેટ દ્વારકા 4.5 કિ.મી.ના અંતર ધરાવતા સિગ્નેચર બ્રિજ માટે ૯૦૦ કરોડનો ખર્ચ થશે.

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના ઓખા થી બેટ દ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઈ બ્રિજ ક્રેઈનથી 11 પિલર કરી સિગ્નેચર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાને સપ્ટેમ્બર ૨૦૧૭માં ઓખા થી બેટ દ્વારકા સુધીનો સમુદ્ર નો માર્ગ રસ્તા માર્ગે જોડવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને હરિયાણાની ખાનગી કંપનીને કન્સ્ટ્રકશન કંપનીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ સોંપી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા ૩૦૦ જેટલા ઇજનેરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજમાં ત્રણ બનાવવામાં આવશે જેમાં લંબાઇના અને 200 મીટર લંબાઇના બે સ્પાન બનશે. બ્રિજની ઓખા બાજુની લંબાઈ ૧૦૬૬ રહેશે. બેટ દ્વારકા બાજુની ૧૧૮૦ મીટરની લંબાઈ રહેશે. સિગ્નેચર બ્રિજ ૨૭ મીટર પહોળો બનશે તેમજ આ ફ્રિજમાં ૨.૫ મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે. સરકાર દ્વારા બની રહેલા કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અને અંદાજિત 30 માસમાં પૂર્ણ થશે તેમ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે બ્રિજ બનતા યાત્રિકો દિવસ દરમિયાન રાત્રિના પણ બેટ દ્વારકા થી આવાગમન કરી શકશે. વીજળી પહોંચાડાય તેવી શક્યતા ઓખાથી બેટ દ્વારકા સુધી સમુદ્રમાં 15 કેબલ નાંખવામાં આવ્યો છે. જે કેબલ દ્વારા વીજળી પુરવાર કરવામાં આવી રહી છે. તો બોટો ના કારણે અનેક વખત કેબલ તૂટી જતા પુરવઠો ખોરવાઈ જાય છે પરંતુ બ્રિજ બનતા સંભવત તેના પરથી કેબલ પસાર કરીને વીજળી પહોંચાડાશે.


યાત્રિકો ફેરી બોટ સિવાય વાહન માર્ગે પણ જઈ શકશે હાલમાં ઓખા થી બેટ દ્વારકા જવા માટે ફરજિયાત યાત્રિકોએ ફેરી બોટ નો સહારો લેવો પડે છે. સિગ્નેચર બ્રિજ બનતા યાત્રિકો બ્રિજ વાટે વાહનમાં કરી શકશે, અને દર્શન કરી તરત પરત ફરી શકશે તેમજ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા પહોંચી શકાશે.


ફૂટપાથ પર શ્લોક લખવામાં આવશે મને બાજુ ૨.૫ મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે જેથી યાત્રિકોને પસાર થવા માં તકલીફ ન રહે. ફૂટપાથ પર સૂત્રોના જણાવ્યા મુજબ શ્લોક અથવા તો ભગવાન શ્રીકૃષ્ણના ફોટોગ્રાફ આવશે.

900 કરોડ ના ખર્ચે ઓખા - બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું ચાલી રહેલું કામ

દરિયાઈ બ્રાજ ક્રેનથી બનાવાઈ રહ્યા છે 11 પિલર: આવતા વર્ષે પૂર્ણ થશે


પ્રસિધ્ધ યાત્રધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કર્યો ચાલી રહ્યા છે. ત્યારે ઓખાથી બેટ દ્વારકા જવા માટે આજદિન સુધી માત્ર વિકલ્પ ફેરીબોટ છે. પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પી.એમ. નરેન્દ્ર મોદી ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા લીલી ઝંડી આપી દેવાઈ હતી. ઓખાથી બેટ દ્વારકા 4.5 કિમીના અંતર ધરાવતા સિગ્નેચર બ્રિજ માટે 900 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહ્યું છે જે આવતા વર્ષે પૂર્ણ થશે તેવી આશા છે.