૨૦૧૩થી દ્વારકા જીલ્લો સર્કીટ હાઉસ વિહોણો

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લો બન્યાને આઠમું વર્ષ ચાલે છે ત્યારે પણ અહી સરકારી સર્કીટ હાઉસ જીલ્લાના મથકમાં છે નહી તેવી સ્થિતિ છે અગાઉનું જીલ્લા પંચાયતનું જુનું સર્કીટ હાઉસ એકજ છે. ઘણા વર્ષો પહેલા છએક ધારાસભ્ય બદલી ગયા તે પહેલા ખંભાળીયાના કોંગ્રેસના ધારસભ્યશ્રી ડૉ.સામતભાઈ વારોતરીયા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી હતા ત્યારે તેમણે હાઇવે પર માર્ગ અને મકાનનું સ્ટોર છે ત્યાં નવું સર્કીટ મંજુર કરીને બનાવવાનું શરુ કરેલું જે તે સમયે ૭૦ ટકા કામ થઇ ગયા પછી તે બંધ કરી દેવાયું તે હજુ પણ બંધ જ છે. છ ધારાસભ્ય થઈને ચાલ્યા ગયા ! છતાં આ કામ કોઈને દેખાતું નથી.

દ્વારકા બાયપાસ પાસે શહેરની નજીક હોવાથી જગ્યા પાર્કિંગમાં આવેલું આ પી.ડબ્લ્યુ.ડી.નું સ્ટોર ખુબજ મહત્વનું સ્થળ છે પણ તંત્ર અહી સર્કીટ હાઉસ બનાવતું નથી. દ્વારકા જતા મહાનુભાવો પી.ડબ્લ્યુ.ડી. સ્ટોર પરના જુના ઓરડાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા