જામનગર મોર્નિંગ - જામનગર તા ૭, જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા એક દંપતી સહિત ત્રણ વ્યક્તિ પર જૂની અદાવતના કારણે હુમલો કરાયો છે. જે હુમલા અંગે ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર લક્ષ્મી નગર -૧ માં રહેતા અજયભાઈ પરષોત્તમભાઇ અગ્રાવત નામના ૨૫ વર્ષના યુવાને પોતાના ઉપર, પોતાની પત્ની ઉપર તેમજ પોતાના મામા હરજીવનભાઈ અગ્રાવત ઉપર ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા પ્રવિણ જમનભાઈ ડાભી, દિનેશ રતિભાઈ ડાભી, કૈલાસ હરજીભાઈ ખાણધર અને જેઠાભાઇ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ના મામા હરજીવનભાઈ કે જેની માનસિક સ્થિતિ બરાબર ન હોય જેથી જાહેર માર્ગ પર અપશબ્દો બોલતા હોવાથી તમામ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.