• સદભાગ્યે પેસેન્જરને કોઇ જાનહાનિ નહીં: બસને ભારે નુકસાન

 જામનગર ૩૦, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા નજીક ખંભાળિયા-મહેસાણા રૂટની એસટી બસને ભેંસ આડી ઉતરતાં અકસ્માત નડ્યો હતો, અને બસના કાચ તૂટી ગયા હતા. સદભાગ્યે બસની અંદર બેઠેલા કોઈ મુસાફરને ઇજા થઇ ન હતી.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયા-મહેસાણા રૂટની એસટી બસ આજે સવારે જામનગર થી નીકળ્યા પછી સવારે સવા નવેક વાગ્યાના અરસામાં રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા ગામ પાસે પહોંચી હતી. જે દરમિયાન એકાએક એક ભેંસ આડી ઉતરતાં અકસ્માત નડ્યો હતો, અને એસટી બસ ના આગળ અને પાછળની સાઇડ ના કાચ વગેરે તૂટયા હતા, અને બસને નુકશાની થઇ હતી. સદ્દભાગ્યે બસની અંદર બેઠેલા પેસેન્જરને કોઈ ઇજા થઇ ન હતી. એસ.ટી.તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બીજી બસ ને બોલાવી લઈ મુસાફરોને તેમાં ટ્રાન્સફર કરી દઇ રાજકોટ તરફ રવાના કરી દેવાયા હતા.