જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૦, જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં પરિવાર એપાર્ટમેન્ટ માં ફ્લેટ નંબર ૩૦૧ માં રહેતા સમીર સુમનભાઈ મોરી નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પિતા સુમનભાઈ શામજીભાઈ મોરી એ પોલીસને જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.