• જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો સતત આઠમા દિવસે પણ સાતસો થી ઉપર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૩૭ કેસ નોંધાયા

  • જામનગર શહેરમાં કોરોના કેસ આજે પણ ચારસો ની નજીક: ૩૯૮ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ૩૩૯ કેસ નોંધાયા:૫૨૫ ડિસ્ચાર્જ થયા


 જામનગર તા ૫, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર રહયા પછી હવે ધીમે ધીમે કોરોના ના મૃત્યુ મામલે રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૪૮ નો થયો છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હજુ પણ લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૪ અને ગ્રામ્યના ૨૨૧ સહિત ૫૨૫ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા હવે બ્રેક લાગી છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૫.૯૮ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૪૮ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૦૫૦ નો થયો છે. 

જોકે કોરોના ના કેસો માં ઉછાળો યથાવત રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૮

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૬,૯૭૭ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૯,૧૬૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૬,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૬,૨૫૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. જોકે મૃત્યુનો દર ઘટી રહ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૦૫૦ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૪ અને ગ્રામ્યના ૨૨૧ મળી ૫૨૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.