- વિશાળ ભંડારા ભાગ રૂપે દરેડ માં ગરીબ પરિવારો ને રાશન ની ૩૦૦ કીટ નું વિતરણ કરાયું
જામનગર તા ૫, જામનગર માં પૂજ્ય આશારામજી બાપુ ની પ્રેરણા થી યોગ વેદાંત સમિતિ ધ્વારા
પૂજ્ય બાપુની પ્રેરણાથી સમાજોત્થાન, દેશોત્થાન અને દરિદ્રનારાયણ ને લગતા વિવિધ સેવકાર્યો ચાલી રહયા છે. ગત ૨ મે ના રોજ પૂજ્ય બાપુનો ૮૫ મો અવતરણ દિવસ હોઈ જામનગરમાં વિશાળ ભંડારો કરવામાં આવ્યો. જેમાં જરૂરિયાતમંદ લોકોમાં ઘઉંલોટ, ચોખા, ચણા, તેલ, મસાલા વગેરે જીવનોપયોગી વસ્તુની કીટ બનાવી ૩૦૦ પરિવારોમાં કોરોના ની ગાઇડલાઈન નું પાલન કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, જામનગરના પ્રમુખ જયંતભાઈ કક્કડ, ઉપપ્રમુખ વલ્લભભાઈ બારૈયા, કિશનભાઈ કોટવાની, નિવૃત્ત એરફોર્સ અધિકારી સુભાષભાઈ વત્સ, ખુશાલભાઈ લાલવાણી, પટેલ રોટલાવાળા બીપીનભાઈ પટેલ તેમજ અન્ય સેવાધારીઓએ જહેમત ઉઠાવી આ સેવાકાર્ય પાર પાડ્યું છે.
0 Comments
Post a Comment