જામનગર મોર્નિંગ - ભાણવડ તા.08 : દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય કે. ડી. કરમુરની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાણવડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ખુબ મદદ કરાઈ રહી છે. ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બેડ તે માટેની ઓક્સિજન લાઈન, તેમજ ભાણવડના પાછતર, મોરઝર અને ગુંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત કરીને હાલમાં જે ગોળીની ખુબ અછત જોવા મળી રહી છે તે ફેબીફલૂ 400mg તથા વિટામિન સી 3000 ગોળી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપી હતી.


હાલમાં ચાલી રહેલ કોવીડ -19ની વૈશ્વિક મહામારી દરમિયાન ગત વર્ષથી જ ભાણવડ તાલુકાના દરેક ગામમાં હોમીયોપોથીક ગોળીનું વિતરણ, તેમજ હાલમાં મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં તેમની મોટા કાલાવડ સીટમાં સમાવિષ્ટ થતા 12 ગામોમાં સંપૂર્ણ ગામ સૅનેટાઇઝર, જરૂરી ગોળીઓ, ઓક્સિજન બોટલ સાહિતની સુવિધા પોતાની સીટમાં સમાવિષ્ટ થતા ગામો સહીત ભાણવડ તાલુકાના તમામ ગામ અને શહેરમાં પણ આ સુવિધાનો વિનામૂલ્યે લાભ અપાઈ રહ્યો છે.


હાલની પરિસ્થિતિ પ્રમાણે કે. ડી. કરમુરની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાતી આરોગ્ય લક્ષી કામગીરીએ અંતરિયાળ ગામડાઓ સુધી નવજીવનની સુવાસ ફેલાવી હોવાની લોકોમાં લાગણી જોવા મળી રહી છે.