• દારૂનો જથ્થો મંગાવનાર અને પૂરો પાડનાર અન્ય બે આરોપીઓ ને ફરારી જાહેર કરાયા

 જામનગર તા ૯, જામનગરમાં મોરકંડા રોડ પર ગરીબ નવાજ પાર્ક સોસાયટી વિસ્તારમાંથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વાપીના એક શખ્સ તેમજ દારૂ મંગાવનાર જામનગરના એક શખ્સ સહિત બે ને ફરારી જાહેર કરાયા છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં મોરકંડા રોડ પર ગરીબ નવાજ પાર્ક સોસાયટી વિસ્તાર માં શેરી નંબર-૨ માં રહેતા અફઝલ કાદરભાઈ સમા નામના એક શખ્સને પોલીસે મોરકંડા રોડ પરથી ૫૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે, અને દારૂનો જથ્થો કબજે કરી લઇ તેની સામે દારૃબંધી ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો વાપીમાં રહેતા રાકેશભાઈ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું.જ્યારે જામનગરમાં આરબ જમાતખાના પાસે રહેતા ફિરોજ ઉર્ફે મુનિયો ઓસ્માણભાઈ સિપાઈએ સપ્લાય કર્યો હોવાથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.