જામનગર તા. ૮, જામનગર ,ગુજરાત ,તેમજ દેશ અને દુનિયા ઉપર હાલ કોરોનાની આફત ઊતરી આવી છે ત્યારે કોંગ્રેસના મિત્રો ના એક વર્ષ બાદ દર્શન થયા છે. અને સરકારનો કાન આમળવા નીકળ્યા છે .જે ખૂબ જ દુઃખદ બાબત છે. કદાચ એ સારા શબ્દો ના મલે તો વાંધો હોઈ શકે નહીં પરંતુ સારા કાર્યો થતા હોય ત્યારે કોંગ્રેસે ચૂપ રહેવું જોઈએ.તેમ રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી આર સી ફળદુ એ આજે જામનગર માં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે દેશ અને દુનિયા ઉપર એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના ની આફત ઉતરી આવી છે. દર ૧૦૦ વર્ષે એક વખત આવી માનવ ખુવારી થતી રહે છે. પરંતુ દેશ અને દુનિયા આવી માનવ ખુવારી સામે લડી રહી છે. કોરોના ની પ્રથમ લહેર કરતા બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ છે .તેની સામે માનવ જિંદગી બચાવવા માટે સરકાર સંસ્થાઓ ના સહકાર થી ઝઝૂમી રહી છે. તબીબો, પેરામેડિકલ ,સ્ટાફ નર્સિંગ સ્ટાફ, સરકારી કર્મચારીઓ ,અધિકારીઓ તમામ એકજૂટ થઈને વર્તમાન સમયમાં કામગીરી કરી રહ્યા છે જે અભિનંદન ને પાત્ર છે.
આ સમયે તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને જણાવ્યું હતું કે મને આશ્ચર્ય છે કે પ્રથમ વખત કોંગ્રેસ જાગૃત થઈને બહાર આવી છે. અને સરકાર ના કાન આમળવા નીકળી પડ્યા છે. તેઓ કદાચ સારું ન બોલે તો વાંધો નહિ પરંતુ સારા કાર્ય સમયે તેમણે ચૂપ રહેવું જોઈએ. કારણ કે હાલ જામનગર ની જી.જી.હોસ્પિટલ માં સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. પરંતુ તેની સામે કોંગ્રેસ ની ભાષા દુઃખદ છે.
તેમણે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા જી.જી.હોસ્પિટલમાં ૭૨૦ બેડ હતા તેમાં સતત વધારો કરીને આજે ૧૬૦૮ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે .પરંતુ તે બધા બેડ પણ આજે ફૂલ છે. તમામ ને ઓક્સિજન ની સુવિધા પણ નિયમિત મળી રહે છે જામનગર હોસ્પિટલમાં દરરોજ ૪૭ થી ૪૮ ટન ઓક્સીજનની જરૂરિયાત રહે છે. સરકારના સહયોગથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે .આ માટે રિલાયન્સ રિફાઇનરી જનતાની વહારે આવી છે. અને ૧૦૦૦ બેડ ની હોસ્પિટલ માટેની તૈયારી બતાવી છે જે પૈકી ૪૦૦ બેડ ની હોસ્પિટલ તો શરૂ પણ કરી દેવા માં આવી છે.
પરંતુ કોંગ્રેસના મિત્રો રાજકીય નિવેદનબાજી કરી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયે નિવેદનબાજી નો નહીં પરંતુ મદદરૂપ થવાનો સમય છે .હિન્દુસ્તાન ઉપર કુદરતી આપદા વખતે માનવતા પણ ફુલીફાલી રહી છે .રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ ની સરકાર શક્ય તેટલી તમામ મદદ કરી રહી છે આર્થિક રીતે ક્યાંય પણ કચાશ રાખવામાં આવતી નથી .પૈસાના કારણે કોઈ કામ અટક્યા નથી .બધી જ જરૂરિયાત સરકાર પુરી પાડી રહી છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરીને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કર્યો છે. ખાતર ના ભાવ વધારા અંગે મંત્રી એ જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચ વધવા પામ્યો હોવાથી કંપની દ્વારા ભાવ વધારો માંગવા માં આવ્યો હતો.આમ છતાં પણ ભારત સરકાર ખાતર ની એક બેગ માટે ૯૦૦ રૂપિયા ની સબસીડી આપી રહી છે.
આ પત્રકાર પરિષદ દરમિયાન શહેર માં ત્રીજા સ્મશાન અંગે ના પ્રશ્ન ના જવાબ માં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ત્રીજા સ્મશાન માટે વૈકલ્પિક જગ્યા અંગે વિચારણા ચાલી રહી છે. અને વર્તમાન સ્થળ ને બદલે અન્યત્ર સ્થળે બનાવવા નું આયોજન થઈ રહ્યું છે. આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી ,સહર ભાજપ ના પ્રમુખ વિમલ કગાથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, ડો.એસ.એસ.ચેટરજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment