જામનગર મોર્નિંગ - જામનગર તા.05 : જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રનનાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયસિંહ ઝાલા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા પટેલ કોલોની શેરી નંબર ૭ - ૮ વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં આરોપી સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબારના રહેણાંક ફલેટમાં ચાલતા ગંજીપતાના તીનપતી રોન નામના જુગારના અખાડા માંથી નીચે જણાવેલ ઇસમોના કબ્જા માંથી રોકડ રૂ . ૨૯,૫૦૦ / - બે મો.સા. કિ.રૂ. ૬૦,૦૦૦ / - તથા પાચ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૬૦૦૦ / - તથા ગંજીપતાના પાના મળી કુલ રૂ . ૧,૦૫,૫૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં પો.હેડ કોન્સ . દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારીએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબાર રહે . પટેલ કોલોની શેરી નંબર ૭-૮ , રાજપથ એપાર્ટમેન્ટ જામનગર ( ર ) પ્રતાપસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે . નવાગામ ઘેડ , બાપુનગર શેરી નંબર -૪ , દવાખાના પાસે , જામનગર ( ૩ ) મુકેશભાઇ મંગલદાસ મોદી રહે . પટેલ કોલોની શેરી નંબર -૨ , રોડ નંબર -૨ , જામનગર ( ૪ ) દિનેશભાઇ શરદભાઇ શીંગાળા રહે . નવાગામ ઘેડ , ગોપાલચોક , જામનગર ( ૫ ) રમેશભાઇ નાનજીભાઇ ડાભી રહે . પટેલ કોલોની શેરી નંબર -૯ ના છેડે શાંતીનગર શેરી નંબર - ર જામનગર ફરારી આરોપી : ( ૧ ) હરપાલસિંહ જાડેજા રહે . નવાગામ ઘેડ , જામનગર ( ર ) સાગરભાઇ રાઠોડ કોળી રહે . નવાગામ ઘેડ , ખડખડનગર જામનગર


આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી. ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.