ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની ઘટનાની પોલીસબેડામાં બહોળી ચર્ચા થઈ રહી છે. પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. કલ્યાણપુરના પીએસઆઇ ગગનીયા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કસ્ટડીમાં રહેલા સગીરને બેફામપણે ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સગીરે આજે કોર્ટમાં ઓળખ પરેડ દરમ્યાન પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા.અઠવાડિયા પહેલા રાણ ગામેથી કથિત દારૂ પ્રકરણમાં પોલીસે સગીર સામે કાર્યવાહી કરી હતી.


સગીરની અટકાયત કર્યા બાદ તેને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો



સગીરની અટકાયત કર્યા બાદ તેને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તપાસના આદેશ આપ્યા છે. ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ ખાતાકીય તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પીએસઆઇ ગગનીયા ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં સપડાઇ ચૂક્યા છે.


મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આપ્યા તપાસના આદેશ


કલ્યાણપુર પોલીસ દફતરમાં સગીરને કસ્ટડીમાં માર મારવાનો મામલો

કલ્યાણપુર પીએસઆઈ ગગનીયા સહિતના ચાર પોલીસ કર્મીઓની કોર્ટમાં ઓળખ પરેડ કરાઈ

સગીર આરોપીએ પીએસઆઇ ગગનીયા સાહિતનાઓને ઓળખી બતાવ્યા.

સપ્તાહ પૂર્વે રાણ ગામેથી કથિત દારૂ પ્રકરણમાં પોલીસે નાબાલિક સામે કરી હતી કાર્યવાહી.

પોલીસ સ્ટેશન અંદર જ નાબાલિકને ઢોર માર માર્યો હતો

મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આપ્યા તપાસના આદેશ.

ડીવાયએસપી ચૌધરીએ ધરી ખાતાકીય તપાસ

પીએસઆઇ ગગનીયા સામે અગાઉ પણ ફરિયાદો થઈ છે

ફરી વખત પોલીસની વર્દીની આડમાં પોલીસની આબરૂ દાગ દાગ.

કસ્ટડીમાં નાબાલિકને ઢોર માર છતાં જિલ્લા પોલીસ વડા ઢીલા કેમ ?

વર્દીથી વર્દીને બચાવવાનો પ્રયાસ.

પીએસઆઇ ગગનીયા સામે અગાઉ પણ ફરિયાદો થઇ છે. પરંતુ જે રીતે તપાસ ચાલી રહી છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં સગીરને ઢોર માર મારવા છતાં પોલીસની તપાસ કેમ ઢીલી ગતિએ ચાલી રહી છે. શું પીએસઆઇ ગગનીયાને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જિલ્લા પોલીસ વડા કેમ સમગ્ર મામલે ઢીલું વલણ અખત્યાર કરી રહ્યા છે.શું ખાતાકીય તપાસમાં સત્ય બહાર આવશે કે પછી દર વખતની જેમ ઘીના ઠામમાં ઘી પડી જશે.