વિનાયકપાર્ક માંથી 25 નંગ બોટલ સાથે શખ્સ ઝડપાયો: નાગનાથ ગેઇટ પાસેથી 5 નંગ બોટલ સાથે શખ્સ ઝડપાયો  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી 18 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી તેની પુછપરછ હાથ ધરતા વિનાયક પાર્કમાંથી 25 નંગ બોટલ સાથે એક શખ્સ તેમજ નાગનાથ ગેઇટ વિસ્તારમાંથી એક શખ્સને 5 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ ત્રણેય શખ્સ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ પટેલ કોલોની શેરી નંબર 9, આગમન રેસીડન્સી, ફ્લેટ નંબર 105માં રહેતો હર્ષ અશોકભાઈ ચંદારાણા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી સીટી બી ડિવિઝનના દેવેનભાઈ ત્રિવેદી તથા યુવરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂની 18 નંગ બોટલ કિંમત રૂ. 9000નો મુદામાલ કબ્જે કરી આરોપીની પુછપરછ હાથ ધરતા ભરત માવજીભાઈ ગુજરાતી નામના શખ્સનું નામ ખુલતા રામેશ્વરનગર વિનાયક પાર્કમાં નવતન ડેરી સામે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો કરી તેના કબ્જામાંથી 25 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 12,500નો મુદામાલ કબ્જે કરી બંને શખ્સો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે શહેરના નાગનાથ ગેઈટ, મહેશ્વરનગર ચોક નંબર. 2માં રહેતો દેવા ઉર્ફે દિવ્યેશ પાલજી ચાવડા નામના શખ્સના રહેણાંક મકાનેથી ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ કિંમત રૂ. 2500 મળી આવતા ઝડપાયેલા શખ્સ વિરુધ્ધ સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.