જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં લોહાણા મહાજનવાડીમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબી દ્વારા નવરાત્રિ મહોત્સવ પૂરા ભાવ અને વિધિ વિધાનપૂર્વક યોજવામાં આવે છે પરંતુ સાંપ્રત કોરોના મહામારીને કારણે આ વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે. શાસ્ત્રોકત રીતે પૂર્ણ વિધિ વિધાનથીમાં જગતજનની આ ઘટનું સ્થાપન તા.૭-૧૦-૨૦૨૧ ના પ્રથમ નોરતે કરવામાં આવશે. હવનનું પણ આયોજન તા. ૧૩-૧૦-૨૧ ના કરવામાં આવશે. માત્ર બાળાઓને ગરબા રમાડવાનું આયોજન આ વર્ષે મુલતવી રહેશે જેની લોહાણા સમાજના દરેક વાલીઓએ નોંધ લેવા પ્રમુખ જીતુભાઈ લાલ તથા મંત્રી રમેશભાઈ દત્તાણીની યાદીમાં જણાવાયું છે.