જામનગર મોર્નિંગ - જામનગર
 

જામનગર શહેરના મેહુલ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિકસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉ.વ.22) નામના યુવાને મિત્ર વર્તુળ સાથે સીટી ડીવાયએસપી કચેરીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું. જેમાં તેમણે મિત્ર ધર્મ રામભાઇ ગોરીયાને મિત્રતાના દાવે રૂા.5.10 લાખ હાથ ઉછીના આપ્યા હતાં. શરૂ સેકશન રોડ પર ધર્મ ગોરીયા મળી જતાં તેની પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી તે પીધેલી હાલતમાં હોવાથી તેમની કારમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બેઠા હતાં. જ્યાં મિત્ર ધર્મ ગોરીયાએ પૈસા ચૂકવવા માટેનો વાયદો કર્યો હતો.

જે બાદ ગત તા.18ના રોજ ધર્મ ગોરીયાએ પૈસા ન ચૂકવવા પડે તે માટે અપહરણ, ખંડણી, ધમકી સહિતની કલમ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપો કર્યા હતાં. સીટી બી ડિવિઝનના પોલીસકર્મીએ તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. જ્યાં પીઆઇ ભોયે તેમજ પીએસઆઇ એસ.વી. સામાણી હતા અને તેમની સામે ખોટી ફરિયાદ થઇ હોવાનું જણાવી રેકોર્ડીંગ સંભળાવ્યાનું જણાવ્યું હતું. તેમ છતાં તેમની સામે ખોટી ફરિયાદ નોંધ્યાનો આક્ષેપ કરીને ફરિયાદી, પીઆઇ અને પીએસઆઇ સામે તપાસ કરી ગુનો નોંધવાની માંગણી કરી હતી.

સીટી બી ડિવિઝનના પીઆઇ કે.જે. ભોયે જણાવ્યું હતું કે, ધર્મ ગોરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદ મુજબ આરોપી સામે કાર્યવાહી કરી હતી. જે બાબતનું મનદુ:ખ રાખીને અરજી કરી હોવાનું જણાવ્યું હતું.