• જવાબદાર અધિકારીઓ , કોન્ટ્રાકટરોને પાક , ઉબજ લેવાય ગયા બાદ કેબલ નાખવાની કામગીરી કરવા રજુઆત કરતા , ૨જુઆત ધ્યાને ના લઈને ધાક - ધમકી આપે છે.

જામનગર મોર્નિંગ - જામનગર તા.24 : કાલાવડ તાલુકાના રીનારી ગામના 19 જેટલાં ખેડૂતોએ તેમના ખેતરમાં ઉભા પાકમાં વરસાદી માહોલ વચ્ચે જેટકો કંપની દ્વારા કેબલ નાખવામાં આવી રહ્યો છે તેના વિરૂધ્ધમાં આવેદન આપી ચોમાસુ પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરી મોકૂફ રાખવા માટે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.

રીનારી ગામના ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયાની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું કે હાલમાં ઝેટકો કંપની રીનારી ગામમાં કેબલ નાખવાની કામગીરી કરે છે તે 19 સર્વે નંબરો વાળી ખેતીની જમીનની સંપૂર્ણ માલીકીને કબજો , ભોગવટો અમો અરજદારોનો છે તમામ અરજદારની ખેતીની જમીનમાં હાલે ચોમાસુ ખરીફ પાક મગફળી , કપાસ , ડુંગળી વિગેરે પાક હાલે ખેતરોમાં ઉભો છે તેમજ વરસાદ ન હોય ત્યારે પિયત કરેલ હોય ભીની ને નરમ માટી હોય છે તેમજ પાકનું આયુષ્ય બે થી અઢી માસનું થયેલ છે તેવા સમયે જેટકો કંપનીના અધિક્ષક ઇજનેરશ્રી જામનગરના તાબા તળે આવતી કંપનીના કોન્ટ્રાકટરોને જવાબદાર અધિકારીઓ હાલે ઉભા પાકને નુકશાન થાય પાકનો નાશ થાય તેવા બદઈરાદા સાથે અમોની ખેતીની જમીનના ઉભા પાક વચ્ચે કેબલ નાખવાનું કામ તાજેતરમાં આરંભેલ છે , ચાલુ કરેલ છે . જેથી અમોએ જવાબદાર અધિકારીઓ , કોન્ટ્રાકટરોના પાક , ઉબજ લેવાય ગયા બાદ કેબલ નાખવાની કામગીરી કરવા રજુઆત કરતા , ૨જુઆત ધ્યાને ના લઈને ધાક - ધમકીની ભાષામાં કહેલ કે તમોના પાકનું નુકશાન થાય તે અમોએ જોવાનું નથી તમોથી થાય તે કરી લેવાને દોડવું હોય ત્યાં દોડી લેવોજણાવેલ ને કહેલ કે અમોનો કેબલ નાખવાનું કામ કોઈપણ સંજોગોમાં કરીશું " તેમ જણાવતા જેટકો કંપનીના કોન્ટ્રાકટરો , અધિકારીઓ અમો અરજદારોની ખેતીની જમીનનો પાક લેવાય જાય ત્યાં સુધી એટલે કે ત્રણ માસ સુધી કેબલ નાખવાની કામગીરી જેટકો કંપની મુલત્વી રાખે મોકુફ રાખે તેવો કંપનીના જવાબદાર કોન્ટ્રાકટરોને અધિકારીઓને હુકમ કરવાની ખેડૂતોએ આવેદન પાઠવી અને માંગણી કરી છે.