જામનગર મોર્નિંગ - જામનગર તા.24 : જામનગર માં પુર પીડિતોની તાત્કાલિક મદદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લા દ્વારા પ્રેરિત - લક્ષ્મણ રાવ ઈનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા પૂર પીડિતો માટે અંદાજે 500 રાસન કીટ તથા 60 વાસણ કીટ અને કપડાં જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવામાં આવ્યા. આ માટે જામનગર શહેર તથા લાલપુર કાલાવડ અને અન્ય તાલુકાઓના કાર્યકરો ના પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ વડે કાર્ય પાર પડાયું.
 આ ઉપરાંત પાણી વચ્ચે ફસાયેલા લોકોના રેસ્ક્યુ અને તાત્કાલિક રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે પ્રયાસો થયા.

13 સપ્ટેમ્બર 2021 ના રોજ આજી 4 ડેમના 50 પાટીયા ખોલવા ને કારણે જોડીયા તાલુકા ના સામપર ગામે સીમમા નદીના પાણી ફરી વરેલ અને ગામના પશુપાલક ભાઈઓ પોતાના માલઢોર ચરાવવા ગયેલ તે અને મજુરો કુલ 08( પુરુષો ને સ્ત્રી )પાણી મા ફસાય ગયેલ જેને RSS તેમજ ગામના યુવાનો દ્રવારા પોતાના જીવને જોખમે રાત્રે 1 :26 મીનીટે ટ્રેકટર દ્વારા રેસ્ક્યુ કરી ને સલામત રીતે ઘરે લાવેલ.
આ સમય અનેક ફોન કર્યા બાદ પણ એનડીઆરએફ અને હેલિકોપ્ટર તંત્ર સમયસર પહોંચવા માં અસમર્થ હોય અને સવારે આવી શકે તેમ જણાવેલ હોય, આર એસ એસ ના સ્વયંસેવકો અને ગામ લોકો દ્વારા જીવ ના જોખમે આ રેસ્ક્યું કાર્ય પાર પાડયું.
કાલાવડ ગામે
કાલાવડ થી જામનગર રોડ બંધ હોય કાલાવડ બસમાં બેસી રહેલ અનેક લોકોને કાલાવડ સંઘ કાર્યાલય પર રાત્રી રોકાણ અને જમવા માટે વ્યવસ્થા તુરંત કરવામાં આવી.
 ૧૭-૦૯-૨૦૨૧ના રોજ લાલપુર તાલુકાના સ્વયંસેવકો દ્વારા પૂરગ્રસ્ત આલિયા ગામમાં સવારથી સાંજ સુધી સેવાકાર્ય કરવામાં આવ્યું.