• નદી - વોકળા કાંઠાના દબાણો દૂર કરવામાં આવે તો પાણીનો નિકાસ થઇ શકે, હાલમાં 800-900 ઘરમાં વરસાદી પાણી ભરાઈ છે.


જામનગર મોર્નિંગ - જામનગર તા.30 : જામનગર શહેરના વોર્ડ નંબર - 11 ગુલાબનગર વિસ્તારના સ્થાનિક લોકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પાઠવી કાયમી નિરાકરણની માંગ કરી છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર 

ગુલાબનગર વોર્ડ નં .૧૧ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી હોકળાના પાણીના નીકાલ કરવામાં આવેલ નથી . તાળીયા હનુમાન વિસ્તાર થી લઈને , વિભાપર સ્મશાન પાસે , નવનાલા ની જુની નદીઓ અને હોકળાઓના ભઠ્ઠાના કારણે દબાણ કરવામાં આવેલ છે . લગભગ પાંચ - છ વર્ષો થી હોકળાના પાણી આશરે ૮૦૦ થી ૯૦૦ ધરોમાં ભરાઈ જાય છે . આ ભઠ્ઠા વાળાઓએ દબાણ કરેલ છે જે પટેલ સમાજ થી લઈ લગભગ ૨૦ થી ૨૫ ભઠ્ઠા વાળા નદી અને વોકળા બુરી નાખેલ છે . નવી સોસાયટી રવીપાકૅ પાછળ કિષ્ના પાકૅ જે સોસાયટી ચારે બાજુ આર.સી.સી. દીવાલ કરેલ છે તેમજ હોકળાઓના દબાણ કરેલ છે . આ ૨૫ થી ૨૬ જેટલાં ભઠ્ઠાઓ અમારા વિસ્તારના રવિ પાકૅ , શિવનગર , રાધેક્રિષ્ના પાકૅ , આદિત , પાર્ક , રંગમતી –૧ અને ૨ , રાજપાકૅ , વાંજાવાસ , હુશેની ચોક , અખડા ચોક , સીડી બેટ સોસાયટી , પ્રભાતનગર ના વાસીઓની આ હોકળાના દબાણો ૨૫ થી ૨૬ જેટલાં તથા ક્રિષ્નાપાકૅની દિવાલના દબાણના કારણે ૧૧૦૦ થી ૧૨00 ઘરોમાં પાણી ભરાઈ જાય છે . આ પાણીના કારણે પબ્લીક ત્રાહીમામ છે . અમારો આ મુદો પ થી ૬ વર્ષે થી અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે . આ બાબતે અમોએ ૨૦૧૮-૨૦૧૯-૨૦૨૦ દરમ્યાન અગાઉના કમિશ્નરને પણ રજુઆત કરેલ હતી.  છતાપણ કોઈ નિરાકરણ આવેલ નથી. ગુલાબનગર વોર્ડ નં . ૧૧ માં તાળીયા હનુમાન વિસ્તાર પાછળ ગંદકી દુર કરવા આદિત્ય પાકૅ , રવીપાકૅ પાછળ ક્રિષ્ના પાર્ક , વાંજાવાસ , હુશેની ચોક , અખાડા ચોક , શિવનગર વગેરે વિસ્તારોમાં ગ્રાન્ટ સીવાયના કોઈપણ જાતના કામ થતા નથી . આ કામો પ્રત્યે ધ્યાન દોરવામાં નહી આવે તો રહીશોને ના છુટકે જલદ આંદલન કરવું પડશે , રોડ ઉપર આવવું પડશે તેમજ આત્મ વિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આવેદનમાં ઉમેરાઈ અને મોટી સંખ્યામાં લોકો આવેદન આપવા માટે એકત્રિત થયા હતા.