એલસીબી દ્વારા કાર્યવાહી: રૂ. 43.60 લાખનો મુદામાલ કબ્જે: એક શખ્સ ઝડપાયો: બેની શોધખોળ   

જામનગર મોર્નિંગ - જામનગર 



જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેંગારપર ગામના પાટીયા પાસેથી જામનગર એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 8388 નંગ બોટલ સાથે એક શખ્સને રૂ. 43.60 લાખના મુદામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે શખ્સની શોધખોળ ચાલુ છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેંગારપર ગામના પાટીયા પાસેથી જામનગર એલસીબીના ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર અને વનરાજભાઈ મકવાણાએ બાતમીના આધારે કિશનચોક, મકરાણી કબ્રસ્તાન વિસ્તારમાં રહેતો વસીમ યુસુફ બ્લોચ નામના શખ્સે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય અને સમાણા જામજોધપુર તરફ જવાનો હોય તે દરમ્યાન ઈંગ્લીશ દારૂની 8388 નંગ બોટલ કિંમત રૂ. 33,55,200 નો મુદામાલ સાથે યુસુફ ગની આંબલીયા નામના શખ્સને ઝડપી લઈ જીજે 08 એયુ 3328 નંબરની ટાટા વાહન તથા મોબાઈલ ફોન કુલ મળી રૂ. 43,60,700નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ ડ્રાઈવર સરદારજી તેમજ વસીમ બ્લોચને પકડવાની કાર્યવાહી ચાલુ છે. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નીનામા, પીએસઆઈ આર.બી. ગોજીયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના માંડણભાઈ વસરા, ફિરોજભાઈ દલ, ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા, રઘુવીરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, હિરેનભાઈ વરણવા, યોગરાજસિંહ રાણા, ખીમભાઈ ભોચીયા, અશોકભાઈ સોલંકી, હિતુભા ઝાલા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.