જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ શંકર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સને સીટી સી પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં હુશેનીચોક પાસે જાહેરમાં રોડ પર ગંજીપતાનો જુગાર રમતા મામદ હાજી મથુપોત્રા, મોહબતસિંહ લખુભા કેર, સલીમ નુરમામદ મથુપોત્રા, નુરમામદ હુશેન ઘોઘા અને મામદ ઓસમાણ ખીરા નામના પાંચ શખ્સને સીટી સી ડીસ્ટાફે રૂ. 3340ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.