જામનગર મોર્નિંગ - જામનગર 

સંકલન : જગદીશ જડફવા (ડાયરેક્ટર : શગુન ઇન્સ્ટીટ્યુટ) તથા ડો. મનિષ ભટ્ટ 


 નર્સીંગ  કોર્ષ વિષે 

જે યુવાનો નર્સીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા છે, તેમણે દેશના જુદા જુદા ખૂણામાં રહેલી અલગ-અલગ નર્સીંગ કોલેજોથી તેમની અનુકુળતા મુજબ કોઈ યોગ્ય શિક્ષણ / પ્રશિક્ષણ આપતી  કોલેજમાં નર્સીંગ કોર્ષ લેવો જોઈએ. 

નર્સીંગ ક્ષેત્રમાં રોજગારીની ઉજ્જવળ તક 

કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નર્સીંગ ક્ષેત્રમાં વધતી તક વચ્ચે નર્સીંગ ક્ષેત્ર ખુબ જ ડિમાન્ડમાં છે. આ સમયે કોરોનની રસી મુકાવવા, ઈંજેક્શન અને ઓક્સીજન દેવા તથા જનરલ વોર્ડ સહિત આઈ.સી.યુ. દર્દીને સાર સંભાળ કરવા જેવી અનેક બાબતોમાં નર્સીંગ સ્ટાફથી ઉપયોગીતા અનેકગણી વધી ગઈ છે. આવા સમયે દેશભરમાં ચારે તરફ આવક વેતન અને અધિક સુવિધાઓ સાથે નર્સની આપાતકાલીન નિમણુંક થઇ રહી છે. 

આ જ કારણ છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં મેડીકલ સ્ટાફની નિમણુંક થઇ રહી છે. 

નર્સીંગ ક્ષેત્રનો વિસ્તાર 

વિશ્વ આરોગ્ય સંસ્થાના 2021ના રિપોર્ટ અનુસાર ભારતમાં અંદાજે 15.6 લાખ નર્સ અને 7.72 લાખ સહાયક નર્સ છે જ્યારે દેશમાં નર્સીંગ સેકટરની જરૂરિયાત પ્રમાણે બમણા નર્સીંગ સ્ટાફની જરૂરીયાત છે. નર્સીંગ ક્ષેત્રમાં કામ કરતા નર્સની ભાગીદારી ખુબ જ વધારે 47% છે. તે નર્સની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. ભારતમાં મહિલા નર્સોની ભાગીદારી અંદાજે 88% અને પુરુષ નર્સની ભાગીદારી અંદાજીત 12% છે. 

દેશ અને દુનિયામાં નર્સીંગની માંગ કેટલી છે તે જાણવા માટે પાછલા વર્ષે 7 એપ્રીલે પ્રકાશીત થયેલ "સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ" પરથી જાણી શકાય છે. આ રિપોર્ટ મુજબ 2030 સુધીમાં વિશ્વભરમાં 57 લાખ નવી નર્સની માંગ વધારો એટલે કે ક્ષેત્રમાં રસ ધરાવનાર લોકો નર્સીંગ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. 

જરૂરી શૈક્ષણિક લાયકાત 

નર્સીંગ અભ્યાસમાં ત્રણ પ્રકારના કોર્ષ થાય છે. જેમાં B.Sc. (નર્સીંગ) ચાર વર્ષનો પાઠયક્રમ છે તથા ધોરણ 12 (ફીઝીક્સ, કેમસ્ટ્રી, બાયોલોજી) જરૂરી છે, ત્રણ વર્ષનો જનરલ નર્સીંગ કોર્ષ (G.N.M.) તથા મીડવાઇફરી (A.N.M.) બે વર્ષનો કોર્ષ થાય છે. કોર્ષ માટે પણ ઓછામાં ઓછું કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. 

આ ઉપરાંત વિશેષ યોગ્યતા માટે કાર્ડીયોલોજી, નેફોલોજી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશ્યાલીટીમાં અભ્યાસ થઇ શકે છે. જે યુવાનો નર્સીંગ ભણીને પોતાનું કેરીયર બનાવવા માંગે છે તે યુવાનો B.Sc. (નર્સીંગ) પછી બે વર્ષનો M.Sc. (નર્સીંગ) અભ્યાસક્રમ કરી શકે છે. 

જરૂરી સ્કીલ        

નર્સનું કાર્ય માનવસેવાની ભાવનાથી ભરેલું છે. આ કાર્ય સંભાળવામાં સહેલું અને સરળ લાગે છે, હકીકતમાં આ રસ્તો એટલો જ જવાબદારી વાળો છે. એક કુશળ નર્સ દર્દીની લાગણી અને મનોવિજ્ઞાનને સમજીને તે લોકોની યોગ્ય સારવાર કરી શકે છે. નર્સીંગ ક્ષેત્રમાં સારી કારકીર્દી માટે કોમ્પ્યુટર જ્ઞાન અને મનોવૈજ્ઞાનીક સમજ જરૂરી છે. 

નર્સની ભૂમિકા 

નર્સની કાર્યક્ષમતા પ્રમાણે તેની અનેક પ્રકારની ભૂમિકા હોય છે. હોસ્પિટલ કે નર્સીંગ હોમમાં નર્સીંગનું કામ કરનારને નર્સ કહેવાય છે. તે ડોકટરના કામમાં મદદ કરે છે અને દર્દીઓની સારવાર કરે છે તથા વહીવટી જવાબદારી પુરી કરે છે. 

મીડવાઈફ શ્રેણીમાં ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યનું અને બાળકના જન્મ સમયે સહાયતા કરે છે. ગ્રામીણ ક્ષેત્રના લોકોને સેવા આપતા યુવાનોને હેલ્થ વર્કર કહે છે. 

કેરીયરની શક્યતા 

કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગરૂકતા વધી છે તેવા સમયે દેશના ખૂણે-ખૂણે સરકારી તથા ખાનગી હોસ્પિટલ, નર્સીંગ હોમ, ક્લીનીક શરૂ થઈ રહ્યા છે. તેવી જ રીતે અનાથશ્રમ, વૃધ્ધાશ્રમ, રક્ષાસેવા, ઇન્ડીયન રેડક્રોસ વગેરે જગ્યાએ નોકરીની તકો છે. યુ.એસ.એ., કેનેડા, મીડલઇસ્ટ અને ઈંગ્લેન્ડ સહિત વિદેશમાં સારા પગાર સાથે સારી તકો રહેલ છે.