જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ હાપા રેલવે સ્ટેશન નજીક જવાહનગરમાં 17 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે, પોલીસને જાણ કરાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 


મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ હાપા રેલવે સ્ટેશન નજીક જવાહર સોસાયટી શેરી નંબર 1માં રહેતી દિવ્યાબેન હમીરજી ગોહિલ નામની 17 વર્ષની કિશોરીએ અગમ્ય કારણસર જિંદગી ટૂંકાવી લેતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.