જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા) 


૭૯ જામનગર દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગના બૂથ નંબર  117 ના બૂથ લેવલ ઓફિસરશ્રી બાદી ગુલામ મોહ્યુદિન અલીભાઈએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ સુંદર અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.  પંચેશ્વર ટાવર ની આજુબાજુના ગીચ વિસ્તાર જેવા કે, ડેલી ફળી, ફુલબાઈ નો ડેલો, શત્રુખાનું વિગેરે જેવા વિસ્તાર કે જ્યાં નવા મતદારોની નોંધણી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય તેવા વિસ્તારમાં પણ નોંધણી થવામાં બાકી હોય  તેવા 60 લોકો ના 6 નંબર ના ફોર્મ જેમાં મોટા ભાગના યુવા મતદારોની નોંધણીની કામગીરી, તેમને સોપવામાં આવેલ બૂથમાં  આવેલ  મતદાનના દિવસે વૉટર ટરન ઓઉટ રેસીઓ વધે તે માટે મૃત્યુ પામેલા હોય કે કાયમી સ્થળાંતર કરેલ હોય તેવા  166 મતદારો ના નામ કમી કરવા અંગેની કામગીરી, ભાગ નંબર 117 ની તેમના ભાગ ની મતદાર યાદીમાંથી સુધારા કરવા પડે તેવા હોય તેવા 8 નંબર ના 214 ફોર્મ લોકો પાસે થી મેળવવાની કામગીરી તેમાં પણ તેમના આ 214 ફોર્મ્સ મા જૂની સિરીઝ એટલે કે gj થી નંબર શરુ થતા હોય તેવી સિરીઝ બદલવા માટે સંબંધિત તમામ મતદારોના રૂબરૂ સંપર્ક કરી મતદારો ને આ બાબતે સમજ આપવાની કામગીરી. બ્લેક & વ્હાઇટ  ફોટોગ્રાફ્સ મા થી કલર ફોટોગ્રાફ્સ મેળવી તેમના ફોટોગ્રાફ્સ અપડેટ કરવાની કામગીરી જેથી મતદારો ને મતદાન કરતી વખતે કે તેમને કોઈ અન્ય જગ્યા એ આધાર પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ રજુ કરવું હોય તો તેમને તકલીફ  ના પડે તેવા શુભ આશય થી મતદારોના 8 નંબરના 214 ફોર્મ્સ મેળવવાની કામગીરી, તેમના વિસ્તારમાં એવા લોકો કે જેમનું મતદાન મથક કોઈ 79 જામનગર દક્ષિણ વિધાનસભાના અન્ય વિસ્તાર નું હોય અને તેમણે મતદાન કરવા દુર જવું પડતું હોય તેવા મતદારોનો સંપર્ક કરી એવા મતદારો પાસે થી 8 ક ના ફોર્મ્સ મેળવી તેમને નજીકના મતદાન મથક ખાતે જઈ મતદાન કરી શકે તે પ્રકારની પ્રશંસનીય કામગીરી કરેલ છે.  વિશેષમા જણાવીએતો શ્રી બાદી ભાઈ તેમની બી.એલ.ઓ ની ફરજ ઉપરાંત એક પ્રાથમિક શાળાના આચાર્ય હોવાની અત્યંત વ્યસ્ત રહેતા હોય તેવી કામગીરી પણ ખૂબ જ સરસ રીતે ફરજ બજાવી રહ્યા છે.   બાદીભાઈએ તેમના ભાગમાં વ્યવસ્થિત રીતે હાઉસ 2 હાઉસ તમામ મતદારોની ચકાશણી કરી ભારતનું નું ચૂંટણીપંચ તેમની સેવાઓ લઈને મતદારો ના દ્વારે આવેલ છે તેનું સૂત્ર સાર્થક કરી બતાવેલ છે.  બાદીભાઈએ ફક્ત જિલ્લા કક્ષાના નહીં પણ રાજ્યકક્ષા ના શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસર કહી શકાય તે પ્રકાર ની પ્રશંસનીય કામગીરી કરેલ છે. ધન્યવાદ છે સુંદર કામગીરી કરનાર ચૂંટણી પંચના આ કર્મયોગીને.