માતા સાથે અણબનાવ થતા પુત્રી નાસી આવી જામનગર

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

પતિ સાથે અણબનાવ અને માતા સાથે ઝગડે થતા એમપીની મહિલા જામનગર જિલ્લામા પહોંચી હતી તેની મદદે આવીને 181ની અભયમ જામનગર ટીમએ આશ્રય અપાવી નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા હતા જે અંગે ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી એમ.પી.ની યુવતીની વ્હારે જામનગરની 181ની અભયમ ટીમ આવી છે.

તાજેતરમાં સાંજના 7 વાગ્યાના સમયે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો 181માં કોલ આવેલો કે એક દીકરી અહી મળી આવી છે.જેને કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કરેલો છે. તે મૂળ એમ.પી.ના શોટીગોલાના જણાવે છે. ઉંમર 18 વર્ષ જણાવે છે.હાલ તેનું અહી કોઈ નથી તો આપ તેની કોઈ મદદ કરૉ.

181ની અભયમ્ ટીમ ઘટના સ્થળે પહોંચતા અને કાઉન્સેલિંગ કરતાં દીકરીના જણાવ્યા મુજબ તે તેના માતા સાથે ઝગડો કરી ઘરેથી નાસી ગઈ હતી.તેના લગ્ન એક યુવક સાથે થયેલા છે પરંતું તેને તેના પતિ દ્રારા" તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી " તેવું કહેવામાં આવે છે. 

સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ દિકરીને આશરો આપેલ તેમજ કપડાં અને જમવાનુ પણ આપેલ 181ની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી તે દિકરીને સાચવેલ.

યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે.

આમ, ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી દીકરીને જામનગરની 181ની ટીમ કાઉન્સેલર પોપટ પૂર્વી , કોન્સ્ટેબલ ઇલા બા ઝાલા તેમજ પાયલોટ સુરજીત સિંહ વાઘેલા એ દીકરીને મદદ કરી અને આવી કડકડતી ઠંડીમાં જયારે એમના ઘરનું કોઈજ સભ્ય અહી હાજર ન હોય દિકરી એકલી હોય, સુરક્ષિત ન હોય ત્યારે આ ટીમ એ તેને આશ્રય આપાવેલ. સાથે અણબનાવ અને માતા સાથે ઝગડે થતા એમપીની મહિલા જામનગર પહોંચી, મદદે આવી 181ની અભયમ ટીમ, આશ્રય અપાવી નિરાકરણ લાવવા પ્રયત્નો શરૂ ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી એમ.પી.ની યુવતીની વ્હારે આવતી જામનગરની 181ની અભયમ.

તા.16/12/2021 ના રોજ સાંજના 7 વાગ્યાના સમયે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી સામાજિક કાર્યકરનો 181માં કોલ આવેલો કે એક દીકરી અહી મળી આવી છે.જેને કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કરેલો છે. તે મૂળ એમ.પી.ના શોટીગોલાના જણાવે છે. ઉંમર 18 વર્ષ જણાવે છે.હાલ તેનું અહી કોઈ નથી તો આપ તેની કોઈ મદદ કરૉ.

181ની અભયમ્ ટીમ ઘટના સ્થળે પહોંચતા અને કાઉન્સેલિંગ કરતાં દીકરીના જણાવ્યા મુજબ તે તેના માતા સાથે ઝગડો કરી ઘરેથી નાસી ગઈ હતી.તેના લગ્ન એક યુવક સાથે થયેલા છે પરંતું તેને તેના પતિ દ્રારા" તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી " તેવું કહેવામાં આવે છે. 

સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ દિકરીને આશરો આપેલ તેમજ કપડાં અને જમવાનુ પણ આપેલ 181ની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી તે દિકરીને સાચવેલ.

યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે દિકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને દિકરી ત્યાં સુરક્ષિત રહે.

આમ, ઘરેથી માતા સાથે ઝગડો કરી નાસી છૂટેલી દીકરીને જામનગરની 181ની ટીમ કાઉન્સેલર પોપટ પૂર્વી , કોન્સ્ટેબલ ઇલા બા ઝાલા તેમજ પાયલોટ સુરજીત સિંહ વાઘેલા એ દીકરીને મદદ કરી અને આવી કડકડતી ઠંડીમાં જયારે એમના ઘરનું કોઈજ સભ્ય અહી હાજર ન હોય દિકરી એકલી હોય, સુરક્ષિત ન હોય ત્યારે આ ટીમ એ તેને આશ્રય આપાવેલ.

ઉલેખ્ખનીય છે જામનગર સહિત દરેક લગત જીલ્લાઓની 181 અભયમ ની ટીમો સૌરાષ્ટ્ર કચ્છ કોઔર્ડીનેટર તુષાર બાવરવાના માર્ગદર્શન અને મોટીવેશન થી પ્રેરાઇને બહેનો માટે ખુબજ જરૂરી અને સલામતી તેમજ સુરક્ષા જેમજ માર્ગદર્શન માટે ક્વીક રિુસ્પોન્સ આપે છે તે સરાહનીય છે સાથે સાથે મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ બહેનો માટે ના ખાસ ફરિયાદ સેલના સેન્ટરોના સ્ટાફ ની પણ  જહેમત મહત્વની હોઈ એકંદર દરેક વિભાગો મળી સરકારનો ધ્યેય છે કે મહિલાઓ બાળાઓ વૃદ્ધાઓ ને આપતકાલીન સ્થિતિમા  ઇમીટીયેટ રીસ્પોન્સ મળવો જોઇએ તે હેતુ સિદ્ધ થાય છે.