પિતા-પુત્ર સારવાર હેઠળ: પોલીસ ફરિયાદ નોંધાઈ 

જામનગર મોર્નિંગ - જામનગર  

મોરકંડા રોડ પર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરતા વચ્ચે છોડાવનાર પુત્રને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા તેમજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી . 

મળતી વિગત મુજબ જામનગરના મોરકંડા રોડ પર આવેલા અલસફા પાર્કમાં વસવાટ કરતા ઝુબેર અઝીઝભાઈ ખાખી મંગળવારની રાત્રે પોતાના ઘર પાસે પાનની દુકાન નજીક હતા ત્યારે ત્યાં ધસી આવેલા હાજી અયુબ ખફી, અકીબ ખફી, નુમાન ગોરી, અયુબ ખફી નામના ચાર શખ્સે અગાઉની માથાકૂટનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર ઝુબેરભાઈના પુત્ર રેહાનને પણ ધોકા ફટકાર્યા હતા. જેમાં ઝુબેરભાઈને હાથ તથા પગમાં ફ્રેકચર થઈ ગયા હતા. સારવારમાં ખસેડાયેલા ઝુબેર ખાખીએ બુધવારે રાત્રે સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 325, 324, 323, 504, 114 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.