જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. ૨૫ :  દેવભૂમિ દ્વારકા જિલ્લો ૨૦૧૩ માં બન્યો આઠ વર્ષ પછી પણ હજુ અનેક જિલ્લા કચેરીઓ અને જિલ્લાની જરૃરી બિલ્ડીંગો વ્યવસ્થા થઈ નથી તેમાં જિલ્લા જેલ પણ એક છે.

દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર ચારેય તાલુકાઓમાં ગુનામાં સજા થતાં તથા પકડાયેલા કેદીઓને રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ વ્યવસ્થા નથી. જેથી જામનગર જેલમાં જવું પડે છે. વહીવટી, વાહન ખર્ચ પણ થાય છે. ગુનેગારોના સગા-વહાલાઓ કટાક્ષમાં પ્રશ્ન કરી રહ્યા છે કે હજુ અમારે દ્વારકા જિલ્લાને બદલે જામનગર જવાનું ??

નવાઈની વાત એ છે કે પોલીસ અને કાયદો વ્યવસ્થામાં ખાસ જરૃરી એવી જિલ્લા જેલ માટે હજુ નિયમિત સ્થળ તથા તેનો પાયો પણ જિલ્લો થયાના આઠ વર્ષ પછી નંખાયો નથી.