જામનગર મોર્નિંગ - ભાણવડ તા.06 : ભાણવડના વેરાડ નાકા અંદર મુખ્ય બજારમાં આજે સાંજના સમયે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ અંગત અદાવતમાં આડેધની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ભાણવડના વેરાડ નાકા થી પોરબંદર નાકા સુધીની બજાર એ ભાણવડનું મોટુ માર્કેટ છે. ભાણવડનું હૃદય કહી શકાય આવા ભરચક વિસ્તારમાં જાહેરમાં મનસુરભાઈ કોટડીયા નામના આડેધ ઉમરના વ્યક્તિની હત્યાં નીપજાવાઈ છે.


અંગત અદાવતમાં મામલો ઉગ્ર બની જતા છરીના ઘા વડે હત્યા થઇ હોવાનું હાલ અનુમાન. હત્યારા આરોપીએ મૃતકના શરીર પર એટલા ઘા કર્યા હતા કે શરીરનો આખો હિસ્સો લોહીથી ખદબદી ઉઠ્યો હતો. હત્યાંના બનાવને પગલે પોલીસએ ઘટના સ્થળે આવીને બોડી કબ્જે લીધી. હત્યાનો આરોપી પણ પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.


ભાણવડ શહેરમાં ઘણા સમયથી ગુનાની બાબતમાં શાંત વાતાવરણ હતું ઘણો સમયથી મોટી કોઈ મારાંમારી કે ખુન હત્યા જેવા બનાવો બન્યા નથી પણ હાલના બનાવથી ભાણવડ ટાઉનમાં અરેરાટી મચી ગઈ છે.