પાર્ટીમાં નારાજગી : દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામુ
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.13 : દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપમાં નારાજગીનો દોર શરૂ થયો છે ગઈકાલે સતવારા સમાજના જીલ્લા ભાજપ મહામંત્રી સહીતના 13 જેટલા હોદ્દેદારોએ પોતાના સમાજના કામ ના થતા હોવાની વાત સાથે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ભાજપના હોદ્દા પરથી રાજીનામાં આપવા માટે પત્ર લખ્યો હતો જે વિવાદ હજુ સમ્યો નથી ત્યાં જ આજે ભાણવડના વતની અને દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા ભરત પિંડારીયાએ રાજીનામુ આપ્યું છે.
રાજીનામુ આપતા ભરત પિંડારીયાએ જણાવ્યું હતું કે પાર્ટીએ મને ખુબ માન સન્માન અને હોદ્દા આપ્યા છે પણ હાલમાં પાર્ટીમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેનાથી નારાજ થઈને પાર્ટીમાં મારાં હોદ્દા પરથી રાજીનામુ આપું છે. જીલ્લા યુવા ભાજપના રાજીનામાં બાદ હાલ રાજકીય ચર્ચા વધુ ગાઢ બની રહી છે.
No comments