જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર તેમજ કાલાવડ તાલુકામાંથી 6 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ચાર શખ્સને ઝડપી લઈ દારૂ પૂરો પાડનાર બે શખ્સને ફરાર જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ શહેરમાં કુંભનાથપરા ઈદ દરગાહ શનાળા જવાના જુના રસ્તા પરથી રાકેશ છોટુભાઈ ધારેવાડીયા અને પ્રદીપ મહેશભાઈ કાટોડીયા નામના બે શખ્સ પોતાની મોટરસાઇકલ જીજે 10 ડીએલ 1903 નંબરની ગાડીમાં ચાર નંગ ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. 1600 તેમજ મોટરસાઇકલ કિંમત રૂ. 25,000 અને બે નંગ મોબાઈલ કિંમત રૂ. 5500 કુલ મળી રૂ. 32,100નો મુદામાલ કબ્જે કરી પ્રોહી એક્ટ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે પુલીયા પરથી સાહીલ ગફારભાઈ મુલતાની નામનો શખ્સ બે નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાઈ જતા તેની પુછપરછ હાથ ધરતા મફતસીંહ બળુભા જાડેજા નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.
તેમજ શહેરમાં રાજનગર પાછળ, ફીયોનીકા સોસાયટી પાસે, પ્રીન્સ પાન નામની દુકાનમાંથી મશરી કેશુભાઈ ચાવડા નામનો શખ્સ 200 મી.લી. ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ જતા સીટી સી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment