જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતા દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઇ બેરા, જિલ્લા પ્રભારી પ્રદિપભાઇ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, અગ્રણી વી.ડી.મોરી, સંદીપસિંહ માણેક, શૈલેષભાઈ કણજારીયા, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ નું સ્વાગત કર્યું હતું .બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર એમ.એ પંડ્યા, એસ. પી. નિતેશ પાન્ડે સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી નું સ્વાગત કર્યું હતું.