દેવભૂમિ દ્વારકા : સરકારશ્રી તથા નયારા એનર્જીના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ(અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ.આર. એન્ડ ટી. ઈન્ડિયા ફાઉન્ડેશન,દિલ્હી)દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ અને એનિમિયા મુક્ત કરવા તથા લોકોના જીવન ધોરણને ઉંચુ લાવવાના પ્રયાસ રૂપે ગત વર્ષે પોષણ વાટિકાનું જીલ્લા વિકાસ અધિકારીશ્રીજાડેજા સાહેબના હસ્તે શુભારંભ કરવામાં આવેલ હતું જે સફળ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગના સહયોગથી આંગણવાડી પર તથા લાભાર્થીઓને આંગણે પોષણ વાટિકા ભાગ -માં બીજી 1000 કિટનુ વાવેતર તથા વિતરણ કરવામાં આવેલખંભાળિયા ખાતે તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી શ્રીપ્રજ્ઞાબેન રાવલના હસ્તે શુભારંભ કરવામાં આવેલઆંગણવાડી કેન્દ્રોબાળકોસગર્ભા બહેનોધાત્રી માતાઓકિશોરીઓના આંગણે પોષણ વાટિકાનું વિતરણ તથા વાવેતર કરવામાં આવેલ જેમાં વિવિધ બિયારણવૃધ્ધિ માટેની ઓર્ગેનિક દવામાહિતી પુસ્તિકા તથા વાનગી પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવેલ.