જામનગર મોર્નિંગ - જામનગર 

ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.