જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવીડ વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ વિનામુલ્યે ઉપલબ્ધ


જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા

કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. કોરોનાથી બચવા સંજીવની સમાન વેક્સીન ઉપલબ્ધ થયા બાદ મહામારીને કાબુમાં લઇ શકાઈ. કેન્દ્ર સરકારશ્રી દ્વારા કોરોના વેક્સિનના પ્રિ કોશન ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને 18થી 59 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સિનનો રક્ષણાત્મક ડોઝ લેવો જરૂરી છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લાની 5 હોસ્પિટલમાં પ્રિ કોશન ડોઝ આપવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ - નવાપરા શેરી નં. 17એસ.બી.આઈ. બેન્કની ઉપરજોધપુર ગેટ પાસેખંભાળિયા  મો.નં. 8000111232દેવભૂમિ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ - માનસરોવર કોમ્પ્લેક્ષશ્રીજી શોપિંગ સેન્ટર સામેખંભાળિયા મો.નં. 9023331314શ્રી માધવ હોસ્પિટલ 1લો માળમાધવ પ્લાઝાએન્ટ્રી ગેટ પાસેભાટિયા તા. કલ્યાણપુર મો.નં. 8460660633વ્રજ હોસ્પિટલ - ભઠાણ ચોક,દ્વારકા મો. નં. 9023757549 અને રાબડીયા હોસ્પિટલ - વસંત નગર ભાણવડ મો.નં. 9173232392 ખાતેથી પ્રિ કોશન ડોઝ મળી રહેશે.

ઉપરાંત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 - 14 વર્ષ15 - 17 વર્ષ18 - 59 વર્ષ તેમજ 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનનો પ્રિ કોશન ડોઝ પણ આપવામાં આવે છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.