• નાયબ કાર્યપાલક ઈજનેર અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગને જાણ કરતાં કામ બંધ કરવામાં આવ્યું હતું

જામનગર મોર્નિંગ - જામજોધપુર તા.11 : જામનગર જીલ્લાના તાલુકા મથક જામજોધપુર થી હનુમાનગઢ જે આશરે 35 કિમિ જેટલો રસ્તો જીલ્લા પંચાયત હસ્તકનો આવેલ છે. આ રોડ બિસ્માર હાલતમાં હોવાની અનેક રજૂઆતો બાદ રોડ બન્યાના નવ વર્ષ જેટલો સમય થઇ ગયા બાદ હાલમાં આ રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. 35 કિમિ આ ડામર રોડના નવીનીકરણનું કામ અમર એજન્સીને અપાયું છે.

ડામર રોડની કામગીરી દરમિયાન મહિકીના પાટીયા પાસે આ કામ પહોંચ્યું ત્યારે સતાપર ગામના પૂર્વ સરપંચ દેવરાજભાઇ છેલાણા એ સ્થાનિક લોકો સાથે કામની મુલાકાત લીધી ત્યારે ચોકાવનારી હકીકત બહાર આવી નવીનીકરણ કામમાં ડામરની જે લેયર લગાવાઈ રહી હતી તેમાં ડામરનું પ્રમાણ ખુબ ઓછું હતું ફક્ત કાંકરી જ દેખાઈ રહી હતી અને રોડની જાડાઈ પણ ઘટાડવા માં આવી હતી જે અંગે નાયબ કાર્યપાલક ઈજનેર અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગને જાણ કરતાં કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ છે કે જો સ્થાનિકો જોવા ના ગયા હોત તો સરકાર અને એજન્સી આવુ જ નબળું તકલાદી કામ કરીને જતી રહેત કે કેમ આટલા લાંબા સમય બાદ અને 35 કિમિ જેટલાં મોટા રોડનું કામ ચાલતું હોય ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર અને એસ. ઓ. કેમ પોતાની ફરજ વ્યવસ્થિત નથી બજાવતા અને સ્થાનિકોએ નિરીક્ષણ કરવા માટે જવુ પડે છે.