ખંભાળીયા - ભાણવડ રોડ


  • માર્ગ અનેક મકાન વિભાગ રોડના કામ એજન્સીઓ કેવા કરે છે તે જોવા જતા જ નથી ?

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૪ (ભરત હુણ) : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાજ્ય સરકાર હસ્તકના માર્ગ અને મકાન વિભાગમાં ખંભાળીયા પેટા વિભાગીય હેઠળ ૨ વર્ષ જેટલા સમયમાં ખંભાળીયા - અડવાણા રોડ, ખંભાળીયા - સલાયા રોડ, ખંભાળીયા - ભાણવડ રોડ, ભાણવડ - નાગકા રોડ, ભાણવડ - ચાર પાટીયા રોડ અને ભાણવડ - કપુરડી રોડ આ તમામ રોડના ડામર કામ સાથે નવીનીકરણ થયેલ છે. જે આશરે ૫૦ કરોડથી વધુ રકમને ખર્ચે કામ થયેલ છે. આ રોડના કામો માંથી અનેક રોડમાં ડામરની પુરતી અને ઉંચી લેયર કરવામાં આવેલ ના હોવાના અણસાર દેખાઈ રહ્યા છે સાથે જ લંબાઈમાં પણ અમુક જગ્યાએ કપાત થયેલ છે. આ રોડના કામોમાં અનેક જગ્યાએ ટેન્ડરમાં બતાવ્યા કરતા ડામરમાં ૧૫ થી ૨૫ ટકા કરતા પણ વધુ કાપ મુકવામાં આવ્યો છે જે મુજબ આ રોડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની પુરતી સંભાવના છે ત્યારે આ રોડના કામો અંગે કાર્યપાલક ઈજનેરએ જાતે અથવા થર્ડ પાર્ટી તપાસ કરાવીને બેદરકાર એજન્સી અને ઈજનેર સામે કાર્યવાહી કરવી જરૂરી છે.


ડામરના કામમાં ૧૫ થી ૨૫ % બચત કરીને ઉચાપત કરવામાં આવે છે ?

ઓફ રેકર્ડ મળતી માહિતી મુજબ ડામર રોડના કામમાં ટેન્ડરમાં બતાવ્યા કરતા ૧૫ થી ૨૫ % ડામરની બચત કરવામાં આવે છે અને બચત થયેલ ડામરની કિમંતમાં એજન્સી અને ઈજનેર સાથે મળીને ઉચાપત કરે છે ! ત્યારે ઠેર - ઠેર તૂટી જતા રોડ આ વાતને વધુ પ્રેરક બળ આપે છે.